જાણીતા પીઢ અભિનેત્રી પ્રવીણા દેશપાંડેનું કેન્સરથી નિધન: સલમાનની સુપરહિટ ફિલ્મમાં કર્યું હતું કામ
Pravina Deshpande death news : હિન્દી અને મરાઠી સિનેમાના જાણીતા અભિનેત્રી પ્રવીણા દેશપાંડેએ દુનિયાને અલવિદા કહી દીધું છે. કેન્સર જેવી ગંભીર બીમારી સામે લાંબી લડાઈ લડ્યા બાદ 60 વર્ષની વયે તેમનું નિધન થયું છે. તેમના નિધનના સમાચારથી મનોરંજન જગતમાં શોકની લહેર છવાઈ ગઈ છે.
કેન્સર સામે ઝઝૂમી રહ્યા હતા
મનોરંજન જગત માટે વધુ એક દુખદ સમાચાર સામે આવ્યા છે. વરિષ્ઠ અભિનેત્રી પ્રવીણા દેશપાંડેનું મંગળવાર, 17 ફેબ્રુઆરીના રોજ અવસાન થયું છે. તેઓ છેલ્લા ઘણા સમયથી કેન્સર સામે ઝઝૂમી રહ્યા હતા. પ્રવીણા દેશપાંડેએ માત્ર ફિલ્મોમાં જ નહીં પણ ટીવી સિરિયલો અને ઓટીટી પ્લેટફોર્મ પર પણ પોતાની અભિનય ક્ષમતાનો પરિચય આપ્યો હતો.
સોશિયલ મીડિયા પર અપાઈ માહિતી
પ્રવીણા દેશપાંડેના નિધનની જાણકારી તેમના પરિવારે સોશિયલ મીડિયા દ્વારા આપી હતી. પ્રાપ્ત અહેવાલો મુજબ, તેમને 2019માં બ્લડ કેન્સર હોવાનું નિદાન થયું હતું.