બજાર ખુલતાં જ સોના-ચાંદીનું 'કમબેક': કડાકા બાદ ફરી તેજી, ચાંદી ₹4,000 તો સોનું ₹1,400 મોંઘું
Silver and Gold Price News : સોના-ચાંદીના બજારમાં છેલ્લા કેટલાક દિવસોથી ચાલી રહેલી ભારે ઉથલપાથલ વચ્ચે રોકાણકારો માટે રાહતના સમાચાર આવ્યા છે. ગઈકાલે મોડી રાતે જંગી કડાકા બાદ આજે બજાર ખુલતાની સાથે જ બંને કિંમતી ધાતુઓમાં શાનદાર રિકવરી જોવા મળી છે. સોનામાં પ્રતિ 10 ગ્રામ ₹1,400 અને ચાંદીમાં પ્રતિ કિલો ₹4,000 થી વધુનો ઉછાળો નોંધાયો છે.
ચાંદીમાં જોરદાર રિકવરી
ગઈકાલે ચાંદીના ભાવમાં જે મોટું ગાબડું પડ્યું હતું, તેમાં આજે વ્યાપક સુધારો જોવા મળ્યો છે. ચાંદીનો અગાઉનો બંધ ભાવ (Prev. Close) ₹2,28,783.00 હતો. આજે બજાર ખુલતાની સાથે જ ચાંદી ₹2,32,929.00 ના સ્તર પર ઓપન થઈ હતી. આમ, માર્કેટ ખુલતાની સાથે જ ચાંદીમાં ₹4,146.00 નો તોતિંગ ઉછાળો જોવા મળ્યો છે. હાલમાં ચાંદી તેના પાછલા બંધ ભાવથી આશરે 1.79% ના વધારા સાથે ₹2,32,875.00 પર ટ્રેડ કરી રહી છે.