Loading...

સ્મોકિંગથી મેન્ટલ સ્ટ્રેસ દૂર થતો હોવાની માન્યતા માત્ર ભ્રમ, જાણો ધૂમ્રપાન કેવી રીતે છે તમારા માટે ‘સાઇલેન્ટ કિલર’

શું તમે પણ તણાવ દૂર કરવા સિગારેટનો સહારો લો છો? સાવધાન, નિકોટિનથી મળતી થોડી ક્ષણોની રાહત તમને કેન્સર અને હાર્ટ એટેક જેવા ગંભીર જોખમો તરફ ધકેલી રહી છે. જાણો સ્મોકિંગની આદત શરીરના અંગોને કેવી રીતે બરબાદ કરે છે.

 

આજના ભાગદોડભર્યા જીવનમાં ઓફિસ વર્ક કે અંગત સમસ્યાઓના કારણે લોકોમાં સ્મોકિંગનું પ્રમાણ વધ્યું છે. ઘણા લોકો એવી દલીલ કરે છે કે સ્મોકિંગ કરવાથી તેમનો માનસિક તણાવ ઓછો થાય છે. પરંતુ તબીબી વિજ્ઞાન અનુસાર, આ માત્ર એક ભ્રમ છે. હકીકતમાં, સ્મોકિંગ તણાવ ઘટાડવાને બદલે તમારા શરીરના મુખ્ય અંગો પર ગંભીર હુમલો કરે છે.

નિકોટિનનો ભ્રમ અને મગજ પર અસર

સિગારેટમાં રહેલું ‘નિકોટિન’ મગજમાં પહોંચીને ‘ડોપામાઇન’ (ફીલ ગુડ હોર્મોન) રિલીઝ કરે છે. આનાથી વ્યક્તિને થોડી સેકન્ડો માટે સારું લાગે છે, જેને લોકો તણાવમુક્તિ સમજી બેસે છે. પરંતુ જેવું નિકોટિનનું લેવલ ઘટે છે, કે તરત જ વ્યક્તિમાં ચિડચિડિયાપણું, બેચેની અને વધુ તણાવ વધે છે. આમ, સ્મોકિંગ તમને માનસિક રીતે વધુ નબળા બનાવે છે.