Loading...

વિરાટ-સૂર્યાનો રેકોર્ડ તોડ્યો ઝિમ્બાબ્વેના 'સિકંદરે', T20Iમાં સૌથી વધુ POTM જીતવાથી એક કદમ દૂર

Sikandar Raza Creates History in T20I: ઝિમ્બાબ્વેના કેપ્ટન સિકંદર રઝાએ વધુ એક વખત સાબિત કરી દીધું છે કે શા માટે તે વર્તમાન સમયનો સર્વશ્રેષ્ઠ ઓલરાઉન્ડર ગણાય છે. શ્રીલંકા સામેની જીત સાથે તેણે T20 આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં એક નવો ઈતિહાસ રચવાની તૈયારી કરી લીધી છે.

ઝિમ્બાબ્વે શાનદાર ફોર્મમાં 

T20 વર્લ્ડ કપ 2026 માં ઝિમ્બાબ્વેની ટીમ શાનદાર ફોર્મમાં જોવા મળી રહી છે. ઓસ્ટ્રેલિયા બાદ હવે શ્રીલંકાને હરાવીને ઝિમ્બાબ્વેએ સુપર-8 માં પ્રવેશ કરી લીધો છે. આ ઐતિહાસિક જીતનો હીરો કેપ્ટન સિકંદર રઝા રહ્યો હતો, જેણે શ્રીલંકા સામે 179 રનના લક્ષ્યાંકનો પીછો કરતા માત્ર 26 બોલમાં 45 રનની તોફાની ઇનિંગ રમી હતી. તેની આ મેચ વિનિંગ ઇનિંગ બદલ તેને 'પ્લેયર ઓફ ધ મેચ' (POTM) જાહેર કરવામાં આવ્યો હતો.