Space Solar Power: જાપાન સ્વચ્છ ઉર્જાના ક્ષેત્રમાં એક ઐતિહાસિક પગલું ભરવાની તૈયારી કરી રહ્યું છે. નાણાકીય વર્ષ 2026 માં 'ઓહિસામા' નામનો એક ડેમોન્સ્ટ્રેશન સેટેલાઈટ લોન્ચ કરવામાં આવશે, જેનો હેતુ અવકાશમાં પેદા થયેલી સૌર ઉર્જાને સીધી ધરતી પર મોકલવાનો અને તેને ઉપયોગી વીજળીમાં બદલવાનો છે. જો આ મિશન સફળ રહેશે, તો તે એક અનોખી સિદ્ધિ હશે.
શું છે સ્પેસ-બેઝ્ડ સોલર પાવરનો વિચાર?
સ્પેસ-બેઝ્ડ સોલર પાવર એટલે કે SBSP નો અર્થ છે પૃથ્વીની ભ્રમણકક્ષામાં મોટા સોલર પેનલ્સ સ્થાપિત કરવા જે સૂર્યપ્રકાશને વીજળીમાં ફેરવે. ત્યારબાદ આ ઉર્જાને માઇક્રોવેવ અથવા લેસર ટેકનોલોજી દ્વારા વાયરલેસ રીતે પૃથ્વી પર મોકલવામાં આવે છે. જમીન પર આવેલા રિસીવિંગ સ્ટેશનો આ ઉર્જાને ફરીથી વીજળીમાં ફેરવીને ગ્રીડમાં સપ્લાય કરે છે.