Loading...

BREAKING: ભારત-બ્રાઝિલ વચ્ચે ટ્રેડ ડીલ પર હસ્તાક્ષર, PM મોદીએ કહ્યું- 'આતંકવાદ વિરૂદ્ધ બંને દેશ સાથે'

India-Brazil Trade Deal: ભારત અને બ્રાઝિલના સંબંધોમાં આજે (21 ફેબ્રુઆરી) એક નવા અધ્યાયની શરૂઆત થઈ છે. ભારત-બ્રાઝીલ વચ્ચે ટ્રેડ ડીલ પર હસ્તાક્ષર થઈ ચૂક્યા છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને બ્રાઝીલના પ્રમુખ લુઇસ ઇનાસિયો લૂલા ડી સિલ્વા વચ્ચે દ્વિપક્ષીય વાતચીતમાં આ મહત્ત્વપૂર્ણ મુદ્દાઓ પર સહમતિ બની છે, જે બંને દેશોની અર્થવ્યવસ્થાને નવી ગતિ આપી શકે છે.

'મને પ્રમુખ લૂલાનું ભારતમાં સ્વાગત કરતા ખુબ ખુશી'

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પ્રમુખ લૂલા અને તેમના પ્રતિનિધિમંડળનું ભારતમાં સ્વાગત કરતા કહ્યું કે, મને પ્રમુખ લૂલા અને તેમના પ્રતિનિધિમંડળનું ભારતમાં સ્વાગત કરતા ખુબ ખુશી થઈ રહી છે. તેમના વિઝન અને પ્રેરણાદાયક નેતૃત્વથી ભારત-બ્રાઝિલના સંબંધોને લાંબા સમયથી લાભ મળ્યો છે. ગત કેટલાક વર્ષોમાં બંને નેતાઓ વચ્ચે કેટલીક મુલાકાતો થઈ છે અને દરેક વખતે ભારત પ્રત્યે પ્રમુખ લૂલાની ગાઢ મિત્રતા અને વિશ્વાસ સ્પષ્ટ રીતે અનુભવાયો છે.