નાના ખેડૂતો માટે આશિર્વાદરુપ બની રહ્યું છે AI, માટીથી લઈને પાક સુધીની આપે છે દરેક માહિતી
સરકારના IndiaAI Mission મિશન હેઠળ ભારત મંડપમ ખાતે આયોજિત આ કાર્યક્રમમાં એ વાત બહાર આવી કે AI હવે માત્ર મોટા ખેડૂતો માટે જ નહીં પરંતુ નાના અને સીમાંત ખેડૂતો માટે પણ ઉપયોગી બની રહ્યું છે.
AI Impact Summit 2026: નવી દિલ્હી સ્થિત ભારત મંડપમમાં ચાલી રહેલી 'ઈન્ડિયા AI ઈમ્પેક્ટ સમિટ 2026' માં નાના ખેડૂતોની મદદ માટે AI (આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સ) ની તાકાતનું પ્રદર્શન કરવામાં આવ્યું હતું. આ પાંચ દિવસીય સમિટમાં અનેક AI ટૂલ્સ અને પ્લેટફોર્મ રજૂ કરવામાં આવ્યા છે, જે જમીનથી લઈને પાક સુધીની સચોટ માહિતી આપીને ખેડૂતોની મુશ્કેલીઓ ઓછી કરી રહ્યા છે. ચાલો જાણીએ કે AI દ્વારા ખેડૂતોને કેવી રીતે મદદ મળી શકે છે?
ભારત મંડપમમાં આયોજિત આ ઈવેન્ટમાં સરકારના IndiaAI Mission હેઠળ જણાવવામાં આવ્યું હતું કે, AI હવે માત્ર મોટા ખેડૂતો માટે જ નહીં, પરંતુ નાના અને સીમાંત ખેડૂતો માટે પણ ઉપયોગી સાબિત થઈ રહ્યું છે. સમિટમાં 'AI for Smart and Resilient Agriculture' અને 'Casebook on AI and Agriculture' જેવા સત્રોમાં ધ્યાન કેન્દ્રિત કરવામાં આવ્યું હતું કે કેવી રીતે AI દ્વારા જમીનની તપાસ, પાકના રોગોની ઓળખ, સિંચાઈની બચત અને પાકની પેદાશ વધારવી શક્ય છે.