Loading...

Amit Shah in Loksabha Today: સ્પીકર કોઇ પક્ષના નહી સદનના હોય છે, લોકસભામાં બોલ્યા અમિત શાહ

લોકસભા સ્પીકર ઓમબિરલા સામે અવિશ્વાસના પ્રસ્તાવને લઇને અમિત શાહ લોકસભામાં સંબોધન કરી રહ્યા છે. તેઓએ કહ્યું કે  વિપક્ષે સ્પીકરની નિષ્ઠા પર સવાલ ઉઠાવ્યા છે.  સ્પીકર કોણ પક્ષના હોતા નથી પરંતુ  સ્પીકર સદનના હોય છે.  સ્પીકર વિરુદ્ધ અવિશ્વાસનો પ્રસ્તાવ અફસોસજનક છે.  ઉલ્લેખનીય છે કે અમિત શાહ રાહુલ ગાંધીનો આરોપ કે મને સદનમાં બોલવા દેવામાં આવતો નથી,. તેની પર જવાબ આપી રહ્યા છે. .

સદનમાં નિયમ વિરુદ્ધ ન બોલી શકાય- અમિત શાહ 

અમિત શાહે વધુમાં કહ્યું કે નિયમ દરેક માટે એક હોય છે. આ નિયમો નહેરુના સમયથી ચાલ્યા આવે છે. સ્પીકરને રોકવાનો અને ટોકવાનો અધિકાર છે. અમે ક્યારેય સ્પીકર વિરુદ્ધ અવિશ્વાસનો પ્રસ્તાવ લાવ્યા નથી. અમે સ્પીકરના પદની ગરિમાનું રક્ષણ કર્યું ચે. તેમણે કહ્યું કે સદનમાં નિયમોથી જ બોલવુ પડે છે. સંસદમાં સ્પીકરના માધ્યમથી જ બોલવુ પડે છે. નિયમ અનુસાર જ બોલી શકશો.  સ્પીકરનો નિર્ણય અંતિમ હોય છે. 

પીએમની ખુરશી પાસે વિરોધ કરવો યોગ્ય નહી- અમિત શાહ 

અમિત શાહે કહ્યું કે પીએમની ખુરશી પાસે જઇને મહિલાઓ દ્વારા વિરોધ પ્રદર્શન કરવું ખોટું છે. કેટલાક લોકો જાણી જોઇને મનમાં આવે તે બોલે છે.  સ્પીકરને અસંસદીય ભાષા, સબ્દ દૂર કરવાનો અધિકાર છે.  સદનમાં આંદોલન ન કરી શકાય.  આ પ્રસ્તાવ બહુમતીથી હટાવી દેવામાં આવે. 

વિપક્ષ પર સવાલ કરતા અમિત શાહે કહ્યું કે તમને અધિકાર છે પણ વિશેષાધિકાર નથી.  તે લોકોની પાર્ટી નાની થતી જાય છે. તેમણે વધુમાં કહ્યું કે વિપક્ષ ઓમ બિરલાને મર્યાદા ન શીખવાડે. 

 

Image Gallery