Loading...

Morbi News : મોરબી એસઓજી પોલીસે ગાંજા સાથે એક શખ્સની કરી ધરપકડ, છૂટક ગાંજાનું કરતો હતો વેચાણ

મોરબી SOG પોલીસે ગાંજા સાાથે યુવકને ઝડપ્યો છે અને લીલાપર નવાગામ રોડ પરથી ગાંજા સાથે ધરપકડ કરાઈ છે, આરોપી ઉદય વર્મા ગાંજાનું કરતો હતો વેચાણ અને 1.16 લાખથી વધુનો મુદ્દામાલ જપ્ત કરાયો છે, મોરબી તાલુકા પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.

મોરબી એસઓજી પોલીસે ગાંજા સાાથે યુવકને ઝડપ્યો

મોરબી એસઓજી પોલીસે ગાંજા સાથે એક યુવકની ધરપકડ કરી છે અને મોરબીનાં લીલાપરથી નવાગામ જવાનાં રસ્તે પતરાવાળી દુકાનમાં ગાંજાનો વેચાણ કરતો શખ્સ પોલીસનાં સકંજામાં આવ્યો છે, આરોપી ઉદય રામખેલાવન વર્માની 2 કિલો 606 ગ્રામ ગાંજો સહિત 1.16 લાખનો મુદ્દામાલ કબજે કર્યો છે પોલીસે

મોરબી પોલીસે કર્યો એનડીપીએસનો કેસ

એસઓજી પોલીસે મોરબી તાલુકા પોલીસ મથકે એનડીપીએસ સહિત કલમો હેઠળ ગુનો દાખલ કર્યો છે અને ગાંજો કયાંથી લાવ્યો અને કોને છૂટકમાં વેચાણ કરતો હતો તે દિશામાં પોલીસે તપાસ શરૂ કરી છે. મોરબીમાં અગાઉ પણ ગાંજાનું વેચાણ ઝડપાયું હતુ, ત્યારે આવા છૂટક ગાંજાના વેચાણને લઈ કોણ પરમિશન આપે છે તે પણ એક સવાલ છે.

 

Image Gallery