Loading...

Health Tips: હિમોગ્લોબિન ઓછું થવાતી શરીરમાં દેખાય છે આ 5 લક્ષણો, સમયસર જાણો તેના ઉપાય

હિમોગ્લોબિનની ઉણપ શરીરના અવયવો સુધી પૂરતા પ્રમાણમાં ઓક્સિજન પહોંચતા અટકાવે છે. જેના કારણે ભારે થાક, નબળાઈ, શ્વાસ લેવામાં તકલીફ અને ચક્કર આવે છે.
 
જો તમારા શરીરમાં હિમોગ્લોબિનનું સ્તર ઓછું હોય તો તમારા ડાયટમાં આયર્નયુક્ત ખોરાકનો સમાવેશ કરવો જોઈએ. તમારા ડાયટમાં લીલા પાંદડાવાળા શાકભાજીનો સમાવેશ કરો. બીટ, સફરજન, ગોળ, પાલક, ડેરી ઉત્પાદનો જેવા આયર્ન પૂરક ખોરાક ખાઓ.હિમોગ્લોબિન વધારવા માટે આયર્ન ઉપરાંત વિટામિન Cથી ભરપૂર ખોરાકનો સમાવેશ કરો. આ માટે તમારા ડાયટમાં ફળો અને જ્યુસનો સમાવેશ કરો. વિટામિન C માટે સંતરૂ, લીંબુ, પપૈયા અને અન્ય ફળો અને શાકભાજી ખાઓ. વિટામિન C શરીરમાં આયર્ન પરિવહન કરવામાં મદદ કરે છે.
 
હિમોગ્લોબિન વધારવા માટે વિટામિન B12, વિટામિન B6 અને ફોલેટથી ભરપૂર ખોરાકનો સમાવેશ કરો. આ માટે દરરોજ સફરજન, કેળા, ટામેટાં, ટોફુ, સ્પ્રાઉટ્સ અને મશરૂમ ખાઓ.

Image Gallery