“પેડ્ડી” ના સેટ પર ઘાયલ થયો સુપરસ્ટાર રામ ચરણ, આંખની ઉપર આવ્યા 4 ટાંકા
સાઉથ સ્ટાર રામચરણ હાલમાં તેની અપકમિગ ફિલ્મ પેડ્ડીને લઈ ચર્ચામાં છે. હાલમાં એવા સમાચાર સામે આવી રહ્યા છે કે, રામ ચરણ પેડ્ડીના શૂટિંગ વખતે ઈજાગ્રસ્ત થયો છે. જેના કારણે શૂટિંગ પણ રોકવામાં આવી હતી. આ સમાચાર સામે આવ્યા બાદ તેના ચાહકો ખુબ પરેશાન છે. હવે તેના હેલ્થને લઈ રામ ચરણની ટીમે જાણકારી આપી છે. આ સાથે ફિલ્મની શૂટિંગ અને રામ ચરણના બ્રેકને લઈને પણ અપડેટ આપ્યું છે.
આંખ ઉપર આવ્યા 4 ટાંકા
રામ ચરણની ટીમના એક સુત્રએ એક ન્યુઝ એજન્સીને અભિનેતાની ઈજાને લઈ અપડેટ આપતા કહ્યું કે, રામ ચરણ ફિલ્મનું શૂટિંગ કરી રહ્યો હતો. ત્યારે તે ઈજાગ્રસ્ત થયો છે. તેમજ તેને ચાર ટાંકા આવ્યાછે. તેની આંખ ઉપર ઈજા થઈ છે. આંખમાં કાંઈ થયું નથી. તે કામ પર પરત પણ આવ્યો છે. કારણ કે, આ તેના માટે સામાન્ય ઈજા હતી. તેમજ ચિંતાની કોઈ વાત નથી. સુત્રએ સ્પષ્ટ કર્યું કે, રામ ચરણે આ ઈજાગ્રસ્ત પછી પણ શૂટિંગ માંથી કોઈ બ્રેક લીધો નથી.
હૈદરાબાદમાં ચાલી રહ્યું છે શૂટિંગ
પેડ્ડીની ટીમ હાલમાં હૈદરાબાદમાં શૂટિંગ કરી રહી છે. ત્યારબાદ એક સ્પેશિયલ ગીતનું શૂટિંગ થશે. ચાહકો રામચરણના જન્મદિવસની રાહ જોઈ રહ્યા છે. કારણ કે, આ દિવસે ફિલ્મનું ટીઝર સામે આવશે.સ્પોર્ટ્સ એક્શન ડ્રામા ફિલ્મ રામ ચરણ પોતાની કારકિર્દીની સૌથી મહત્વાકાંક્ષી ફિલ્મ બનાવી રહ્યા છે. બોલિવૂડ બ્યુટી જાહ્નવી કપૂર તેમાં મુખ્ય ભૂમિકા ભજવી રહી છે. જ્યારે એ.આર. રહેમાન સંગીત આપી રહ્યા છે. આ ફિલ્મનું શૂટિંગ કેટલાક મહિનાઓથી ઝડપી ગતિએ ચાલી રહ્યું છે.
પેડ્ડી ફિલ્મ 30 એપ્રિલના રોજ રિલીઝ થશે
બુચી બાબુ સના દ્વારા નિર્દેશિત પેડ્ડી એક સ્પોર્ટસ ડ્રામા ફિલ્મ છે. જેમાં રામ ચરણની સાથે જાહ્નવી કપૂર શિવ રાજકુમાર, જગપતિ બાબુ અને દિવ્યેદુ શર્મા પણ મહ્તની ભૂમિકામાં જોવા મળશે. ફિલ્મનું શૂટિંગ નવેમ્બર 2024માં ફરી શરુ થઈ હતી. માર્ચ 2025માં ટાઈટલની જાહેરાત થઈ હતી. ફિલ્મમાં એઆર રહેમાને સંગીત આપ્યું છે. પેડ્ડી 30 એપ્રિલના રોજ સિનેમાઘરોમાં રિલીઝ થશે.
Live