Loading...

અંબાલાલ પટેલે આ તારીખ સુધી વરસાદ અને માવઠાની કરી આગાહી, જાણો લેટેસ્ટ અપડેટ

ગાંધીનગર: ગુજરાતમાં છેલ્લા ઘણા સમયથી વેસ્ટર્ન ડિસ્ટબર્ન્સના કારણે અનેક જિલ્લાઓમાં વરસાદ વરસ્યો છે. રાજ્યના અનેક જિલ્લાઓમાં વાદળછાયું વાતાવરણ છે. હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે કમોસમી વરસાદ અને માવઠાને લઈ આગાહી કરી છે. અંબાલાલ પટેલની આગાહી અનુસાર, રાજ્યમાં 2 એપ્રિલ સુધી વરસાદની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે. અંબાલાલના જણાવ્યા અનુસાર,  રાજ્યમાં 28 માર્ચથી વાતાવરણમાં પલટો આવશે.  2 એપ્રિલ સુધી કમોસમી વરસાદ અને માવઠાની સંભાવના તેમણે વ્યક્ત કરી છે. 

કમોસમી વરસાદ અને માવઠાનું અનુમાન

અંબાલાલની આગાહી મુજબ દક્ષિણ ગુજરાતના વાતાવરણમાં પણ પલટો આવશે.  હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલની આગાહી મુજબ રાજ્યમાં 2 એપ્રિલ સુધી  વરસાદની શક્યતા છે. અનેક જિલ્લાઓમાં કમોસમી વરસાદ વરસશે. આ દરમિયાન તેમણે ખેડૂતોને  સાવચેતી રાખવાનું કહ્યું છે. ઉત્તર ગુજરાત,મધ્યગુજરાત,સૌરાષ્ટ્ર તેમજ કચ્છના  કેટલાક ભાગોમાં ભારે પવન સાથે વરસાદની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે.

વરસાદને લઈ હવામાન વિભાગની આગાહી

ગુજરાતમાં એક બાદ એક સિસ્ટમ એક્ટિવ થતાં વાદળછાયા વાતાવરણ વચ્ચે અનેક જિલ્લાઓમાં ગાજવીજ સાથે વરસાદ વરસ્યો છે.  હવામાન વિભાગે આગામી દિવસોમાં પણ વાતાવરણમાં પલટાના સંકેત આપ્યાં છે. હવામાન વિભાગની આગાહી મુજબ રાજ્યમાં લગભગ 4 એપ્રિલ સુધી વાદળછાયા વાતાવરણ વચ્ચે છૂટછવાયા હળવા વરસાદનું અનુમાન છે. આ સાથે તાપમાનો પારો પણ નીચે જશે. જેથી લોકોને ગરમીથી રાહત મળશે. 

જો કે કમોસમી વરસાદના અનુમાને ખેડૂતોની ચિંતા વધારી છે. ખાસ કરીને બાગાયતી ખેતી કરતા ખેડૂતો ચિંતામાં મૂકાયા છે. કેરીનો પાક હાલ તૈયાર થવાના સમયે છે. ત્યારે આ સમયે વાતાવરણમાં પલટો કેરીનો પાક બગડવાનાં સંકેતો આપતા આંબાનો બાગ ધરાવતાં ખેડૂત ચિંતામાં મૂકાયા છે.

રાજ્યમાં માવઠાનું સંકટ

ગુજરાતના મોટાભાગના વિસ્તારમાં માવઠાનું સંકટ છે પરંતુ જો સિસ્ટમ નબળી હશે તો વાદળછાયા વાતાવરણ વચ્ચે ક્યાંક ક્યાંક છૂટછવાયો કમોસમી વરસાદ  વરસશે. હાલની સ્થિતિના આંકલન મુજબ 28થી 30 સુધી કમોસમી વરસાદની શક્યતા પ્રબળ દેખાઇ રહી છે. આ સમય દરમિયાન ખાસ કરીને કચ્છ, સૌરાષ્ટ્ર, ઉત્તર ગુજરાત, મધ્ય ગુજરાત, દક્ષિણ ગુજરાતના  વિસ્તારમાં કમોસમી વરસાદ પડી શકે છે. 

આ સમયગાળા દરમિયાન કેટલીક જગ્યા હળવો તો કેટલીક જગ્યાએ હળવાથી વધુ મધ્યમ વરસાદ વરસી શકે છે. કેટલાક વિસ્તારમાં ભારે પવન અને ગાજવીજ સાથે પણ વરસાદ થઇ શકે છે. ટૂંકમાં કહીએ તો ગુજરાતમાં વાદળછાયા વાતાવરણ વચ્ચે 4 એપ્રિલ સુધી વરસાદની શક્યતા હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે.

Image Gallery