Loading...

અંબાલામાં રાષ્ટ્રપતિએ રાફેલમાં ઉડાન ભરી:મુર્મુએ હાથ હલાવીને અભિવાદન કર્યુ

રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ બુધવારે સવારે હરિયાણાના અંબાલા એરફોર્સ સ્ટેશનથી રાફેલ ફાઇટર જેટમાં ઉડાન ભરીને ઇતિહાસ રચ્યો છે. ફાઇટર પ્લેટ સૂટ પહેરીને, તેઓ રાફેલમાં બેઠા હતા અને જતી વખતે રાષ્ટ્રપતિએ હાથ હલાવીને અભિવાદન કર્યુ હતું. તેમની સાથે એર ચીફ માર્શલ એપી સિંહ અને અન્ય અધિકારીઓ પણ હાજર રહ્યા હતા. આ ઉડાન માત્ર તેમની સાહસિક નેતૃત્વ શૈલીનું પ્રતીક નથી, પરંતુ ભારતની વધતી સંરક્ષણ ક્ષમતા અને વિશ્વ સમક્ષ આત્મનિર્ભર ભારત માટેના સંકલ્પનું પણ પ્રદર્શન કરે છે.

રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ અંબાલા એરફોર્સ સ્ટેશનથી રાફેલ ફાઇટર જેટમાં ઉડાન ભરી હતી. ફાઇટર સૂટ પહેરીને, તેઓ રાફેલમાં સવાર થયા હતા. સુરક્ષા કારણોસર, એરફોર્સ સ્ટેશનની આસપાસ ડ્રોન ઉડાવવા પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો હતો.

રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ રાફેલમાં ઉડાન ભરી

રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ બુધવારે (29 ઓક્ટોબર) સવારે અંબાલા એરફોર્સ સ્ટેશન પર પહોંચ્યા હતા. એર ચીફ માર્શલ અમર પ્રીત સિંહ દ્વારા તેમનું સ્વાગત કરવામાં આવ્યું અને એરફોર્સના જવાનોએ ગાર્ડ ઓફ ઓનર આપ્યું હતું.

Image Gallery