Loading...

6 IPS અધિકારીને પ્રમોશન:મનોજ શશિધર અને રાજુ ભાર્ગવને DGP તરીકે, જ્યારે ચાર અધિકારીને IGP તરીકે બઢતી, 9 IPSનું ASP તરીકે પોસ્ટિંગ

ગુજરાત કેડરના 6 IPS ઓફિસરને બઢતીની જાહેરાત કરવામાં આવી છે. જેમાં બે અધિકારીઓને ડીજીપી તરીકે અને ચાર અધિકારીઓે ડીઆઈજી તરીકે બઢતી આપવામાં આવી છે. જ્યારે 2022-2023 બેચના IPS ઓફિસરોની ફેઝ-2ની તાલીમ પૂર્ણ થયા બાદ રાજ્ય પોલીસ ફોર્સમાં હાજર થતા તેઓને રાજ્યના અલગ અલગ પોલીસ સ્ટેશમાં નિમણૂંક આપવામાં આવી છે.

આ 6 IPS અધિકારીઓને બઢતી આપવામાં આવી

મનોજ શશિધર 1994 બેચના IPS અધિકારી મનોજ શશિધર હાલ કેન્દ્રમાં ડેપ્યુટેશન પર છે અને સીબીઆઈના સ્પેશિયલ ડાયરેક્ટર તરીકે કાર્યરત છે. જેઓને ડીજીપી તરીકે બઢતી આપવામાં આવી છે.

રાજુ ભાર્ગવ 1995 બેચના IPS અધિકારી રાજુ ભાર્ગવ હાલ ગાંધીનગર આર્મ્ડ યુનિટમાં એડિશનલ ડિરેક્ટર જનરલ ઓફ પોલીસ તરીકે કાર્યરત છે. જેઓને ડીજીપી તરીકે બઢતી આપવામાં આવી છે.

દિવ્ય મિશ્રા 2007 બેચના IPS અધિકારી દિવ્ય મિશ્રા હાલ કેન્દ્રમાં ડેપ્યુટેશન પર છે અને આઈબીમાં એડિશનર ડેપ્યુટી ડાયરેક્ટર તરીકે કાર્યરત છે. જેઓને IGP તરીકે બઢતી આપવામાં આવી છે.

દીપન ભદ્રન 2007 બેચના IPS અધિકારી ભદ્રન પણ હાલ કેન્દ્રમાં ડેપ્યુટેશન પર છે. જેમને IGP તરીકે બઢતી આપવામાં આવી છે.

સૌરભ તોલંબિયા 2007 બેચના IPS અધિકારી સૌરંભ તોલંબિયા પણ હાલ કેન્દ્રમાં ડેપ્યુટેશન પર છે. GAILમાં સિક્યોરિટી એડવાઈઝર તરીકે કાર્યરત છે, જેમને IGP તરીકે બઢતી આપવામાં આવી છે.

પી.વી. રાઠોડ 2007 બેચના IPS પી.વી. રાઠોડ ગાંધીનગર સીઆઈડી ક્રાઈમમાં ડેપ્યુટી IG તરીકે કાર્યરત છે. જેઓને પણ IGP તરીકે બઢતી આપવામાં આવી છે.

2022-23 બેચના 9 IPSને પોસ્ટિંગ અપાયું ગુજરાત કેડરના વર્ષ 2022-23 બેચના IPS અધિકારીઓની ફેઝ-2ની હૈદ્રાબાદ પોલીસ અકાદમીમાં તાલીમ પૂર્ણ થતા રાજ્ય પોલીસ દળમાં હાજર થયા છે. જેઓને રાજ્યના અલગ અલગ પોલીસ સ્ટેશનમાં પોસ્ટિંગ આપવામાં આવ્યું છે.