સીએ પરીક્ષાના પરિણામો આજે:ઇન્ટરમિડિયેટ અને ફાઇનલનું બપોરે જ્યારે ફાઉન્ડેશનનું સાંજે જાહેર કરાશે
ઇન્સ્ટિટ્યૂટ ઓફ ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ્સ ઓફ ઇન્ડિયા (ICAI) એ સપ્ટેમ્બરમાં લેવાયેલી સીએ ફાઉન્ડેશન, ઇન્ટરમિડિયેટ અને ફાઇનલ પરીક્ષાઓના પરિણામોની આજે જાહેરાત કરવામાં આવશે.
ICAIની વેબસાઈટ પર પરિણામ જોઈ શકાશે
વિદ્યાર્થીઓ તેમના રજિસ્ટ્રેશન નંબર અને રોલ નંબરનો ઉપયોગ કરીને ICAI ની વેબસાઇટ icai.nic.in પર પરિણામ જોઈ શકશે.ઇન્ટરમિડિયેટ અને ફાઇનલ પરીક્ષાનું પરિણામ બપોરે 2 વાગ્યે, જ્યારે ફાઉન્ડેશનનું પરિણામ સાંજે 5 વાગ્યે જાહેર કરવામાં આવશે. આ પરીક્ષાઓ 3 સપ્ટેમ્બરથી 22 સપ્ટેમ્બર સુધી યોજાઈ હતી.
2026 સત્ર માટે રજિસ્ટ્રેશન પ્રક્રિયાની જાહેરાત
આની સાથે જ, ICAI એ જાન્યુઆરી 2026 સત્ર માટે રજિસ્ટ્રેશન પ્રક્રિયાની પણ ઘોષણા કરી છે. આ પરીક્ષાઓ 5 જાન્યુઆરીથી 24 જાન્યુઆરી દરમિયાન યોજાશે. ઇચ્છુક વિદ્યાર્થીઓ 3 નવેમ્બરથી 16 નવેમ્બર સુધી ઓનલાઈન રજિસ્ટ્રેશન કરાવી શકે છે.