રાજ્યની 54 હજાર સ્કૂલો ફરી શરૂ:દિવાળી વેકેશન પૂર્ણ થતાં નવા શૈક્ષણિક સત્રનો પ્રારંભ
રાજ્યની 54 હજાર કરતાં પણ વધુ સ્કૂલો આજથી (6 નવેમ્બર, 2025) ફરી ધમધમતી થઈ છે. રાજ્યની સ્કૂલોમાં 16 ઓક્ટોબરથી 6 નવેમ્બર સુધી દિવસનું દિવાળી વેકેશન આપવામાં આવતું હતું. 21 દિવસનું દિવાળી વેકેશન આજે પૂર્ણ થઈ ગયું છે, જેથી ગુજરાત બોર્ડની માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક સ્કૂલોમાં આજથી બીજા શૈક્ષણિક સત્રની શરૂઆત થઈ છે. આજથી 54 હજાર કરતા વધુ સ્કૂલોમાં બીજા શૈક્ષણિક સત્રનો પ્રારંભ થઈ જવાનો છે. બીજું શૈક્ષણિક સત્ર આજથી લઈને 3 મે સુધી એટલે કે 144 દિવસ સુધી ચાલવાનું છે.
અમદાવાદમાં વિદ્યાર્થીઓમાં પહેલા દિવસે ઉત્સાહ જોવા મળ્યો
અમદાવાદ શહેરની 1700 જેટલી સ્કૂલો 7 લાખ જેટલા વિદ્યાર્થીઓથી ફરી ધમધમતી થઈ ગઈ છે. 21 દિવસના વેકેશન બાદ પહેલા દિવસે સ્કૂલોમાં આવીને વિદ્યાર્થીઓના ચહેરા પર એક અનેરો ઉત્સાહ જોવા મળી રહ્યો છે. આજથી સ્કૂલોમાં બીજા શૈક્ષણિક સત્રની શરૂઆત કરવામાં આવી છે. ધોરણ 10 અને 12ના વિદ્યાર્થીએ બોર્ડની પરીક્ષા માટેની તૈયારીઓ આજથી શરૂ કરી દીધી છે.