જામનગરમાં ઝાકળભીની સવાર, ગાઢ ધુમ્મસ છવાયું:લોકોએ બદલાયેલા વાતાવરણનો આનંદ માણ્યો
જામનગર શહેરમાં આજે સવારે ઝાકળભીની સવાર જોવા મળી હતી, જેમાં ગાઢ ધુમ્મસ છવાયેલું રહ્યું હતું. શહેરમાં દિવસ દરમિયાન ગરમી અને રાત્રિના સમયે ઠંડક સાથે મિશ્ર ઋતુનો અનુભવ થઈ રહ્યો છે. હજુ પણ ઉનાળા જેવો આકરો તાપ અનુભવાઈ રહ્યો છે, પરંતુ વાતાવરણમાં બદલાવ જોવા મળ્યો છે. વહેલી સવારે ઝાકળ વર્ષા અને ગાઢ ધુમ્મસ છવાતા વાતાવરણ આહલાદક બન્યું હતું. લોકોએ સવારના આ બદલાયેલા વાતાવરણનો આનંદ માણ્યો હતો.
એક તરફ કમોસમી વરસાદની સ્થિતિ છે, ત્યારે બીજી તરફ શિયાળાના આગમનની અનુભૂતિ થઈ રહી છે. સવારે ભેજનું પ્રમાણ વધતા વહેલી સવારે ઝાકળની ચાદર છવાઈ હતી, જે વાતાવરણમાં પલટાનો સંકેત આપે છે.
બપોરના સમયે આકરા તાપનો અનુભવ થાય છે, જ્યાં ગરમીનો પારો 32 ડિગ્રી સેલ્સિયસ આસપાસ રહે છે, જેના કારણે ઠંડી અને ગરમીનું મિશ્ર વાતાવરણ જોવા મળી રહ્યું છે. જામનગરના તાપમાનની વિગતો જોઇએ તો લઘુત્તમ તાપમાન: 20.0°C, મહત્તમ તાપમાન: 32.0°C, ભેજનું પ્રમાણ: 89% અને પવનની ગતિ: 3.4 કિલોમીટર પ્રતિ કલાક છે.