MPમાં નવેમ્બરમાં રેકોર્ડ ઠંડી, ડિસેમ્બરમાં હજી વધશે:રાજસ્થાનના ઝુંઝુનુ અને સીકરમાં કોલ્ડવેવનું એલર્ટ
ઉત્તર ભારતના પર્વતીય રાજ્યો પર એક વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ એક્ટિવ છે, જેના કારણે ઉત્તરીય પવનો નબળા પડી રહ્યા છે. જો કે, 2-3 ડિસેમ્બર પછી, જ્યારે આ સિસ્ટમ વધુ પૂર્વ તરફ આગળ વધશે, ત્યારે બર્ફીલા પવનો ફરી શરૂ થશે. આના કારણે રાજસ્થાન, હરિયાણા, દિલ્હી, પંજાબ, મધ્યપ્રદેશ અને ઉત્તર પ્રદેશમાં ઠંડી વધુ તીવ્ર બનશે. આ દરમિયાન ઘણા શહેરોમાં પણ કોલ્ડવેવ રહેશે.
આ દરમિયાન, રાજસ્થાનમાં ફરી ઠંડીનું પ્રમાણ વધી રહ્યું છે. રવિવારે રાજ્યભરના ઘણા શહેરોમાં રાત્રિના લઘુત્તમ તાપમાનમાં 1 થી 3 ડિગ્રીનો ઘટાડો થયો હતો. હવામાન વિભાગે 3-4 ડિસેમ્બરે ઝુંઝુનુ અને સીકર જિલ્લામાં કોલ્ડવેવ રહેવાની સંભાવનાને લઈને યલો એલર્ટ જારી કર્યુ છે.
મધ્યપ્રદેશમાં આ નવેમ્બરમાં રેકોર્ડબ્રેક ઠંડીનો અનુભવ થયો. ભોપાલમાં તાપમાનનો પારો 5.2 ડિગ્રી પર પહોંચી ગયો, જે 84 વર્ષમાં સૌથી નીચો છે. 16 દિવસ સુધી કોલ્ડવેવ ચાલ્યું, જ્યારે લઘુત્તમ તાપમાન 18 દિવસ સુધી 10 ડિગ્રી સેલ્સિયસથી નીચે રહ્યું. ઇન્દોરમાં 25 વર્ષમાં સૌથી ઠંડો શિયાળો અનુભવાયો. ડિસેમ્બર પણ આવો જ હોઈ શકે છે. ઘણા શહેરોમાં રાત્રિનું તાપમાન 5 ડિગ્રીથી નીચે આવી શકે છે, અને કોલ્ડવેવની ચેતવણી આપવામાં આવી છે.
હિમાચલનો રોહતાંગ પાસ પહેલેથી જ બરફથી ઢંકાયેલો છે, જોકે 4 અને 5 ડિસેમ્બરે ફરી વરસાદ અને હિમવર્ષા થવાની ચેતવણી જારી કરવામાં આવી છે. આ દરમિયાન, મનાલી સહિત રાજ્યના 15 શહેરોમાં તાપમાન 5 ડિગ્રીથી નીચે ગબડી ગયું છે.
રાજ્યોના હવામાનના સમાચાર...
રાજસ્થાન: પારો 3 ડિગ્રી સુધી ગગડ્યો, 7 દિવસ કોલ્ડવેવનું એલર્ટ
મધ્યપ્રદેશ: નવેમ્બરે 84 વર્ષનો રેકોર્ડ તોડ્યો, ડિસેમ્બર વધુ ઠંડુ રહેવાની ધારણા છે; તાપમાન 5 ડિગ્રીથી નીચે રહેશે
ઉત્તરાખંડ: 5-6 ડિસેમ્બરે વરસાદનું એલર્ટ, પહાડી વિસ્તારોમાં પારો ગગડ્યો; હરિદ્વાર અને ઉધમ સિંહ નગરમાં ધુમ્મસ
પંજાબ: 8 જિલ્લામાં કોલ્ડવેવનું એલર્ટ, લઘુત્તમ તાપમાનમાં 0.4નો ઘટાડો; ફરીદકોટ સૌથી ઠંડું
હિમાચલ: રોહતાંગ પાસ પર 4-5 ડિસેમ્બરે વરસાદ-બરફવર્ષાનું એલર્ટ; 15 શહેરોમાં 5° ડિગ્રીથી નીચે તાપમાન