Loading...

અમદાવાદમાં વિરાટનગર બ્રિજ પાસે બે દુકાનમાં આગ:આગ બુઝાવવાની કામગીરીમાં ફાયરબ્રિગેડના એક વાહનમાં પણ આગ

અમદાવાદમાં નારોલ-નરોડા હાઇવે પર વિરાટનગર બ્રિજ પાસે આવેલા વ્રજેશ્વરી કોમ્પલેક્ષની બે દુકાનોમાં આગ લાગી છે. જાહેર માર્ગ પર વિકરાળ આગ લાગતા અફરાતફરીનો માહોલ સર્જાયો છે. બનાવની જાણ થતાં જ ફાયરબ્રિગેડની 6 ગાડીઓ ઘટનાસ્થળે પહોંચી ગઈ છે અને આગને બુઝાવવાની કામગીરી શરૂ કરી છે. ઉલ્લેખનીય છે કે

એક તરફ હાઇવે પર વાહનોની અવરજવર છે તો બીજી તરફ દુકાનોમાં આગને પગલે ધુમાડાના ગોટેગોટા વળ્યા છે. જે દુકાનોમાં આગ લાગી છે તેની આસપાસમાં અન્ય દુકાનો પણ છે. જેના કારણે તે દુકાનોમાં પણ આગ લાગવાની સંભાવના છે. સાથે જ કોમ્પ્લેક્સની પાછળના ભાગે રહેણાંક વિસ્તાર આવેલો છે.

નારોલથી નરોડા તરફ જતા વિરાટનગર પાસે રોડ બંધ

નારોલથી નરોડા તરફ જતા વિરાટનગર પાસે રોડ બંધ કરી દેવામાં આવ્યો છે. BRTS ટ્રેકમાં વાહનોને ડાયવર્ઝન અપાયું છે.