Loading...

રાજસ્થાનમાં તાપમાન 3.2°C, કોલ્ડવેવનું એલર્ટ:હિમાચલમાં પારો શૂન્યથી નીચે; MPના 10 શહેરોનું તાપમાન 10°Cથી ઓછું

રાજસ્થાનમાં કડકડતી ઠંડી વધી રહી છે. ગુરુવારે સવારે સીકરના ફતેહપુરમાં 3.2°C અને બીકાનેરના લૂણકરણસરમાં 3.2°C તાપમાન નોંધાયું. સીકર, ચુરુ અને ઝુનઝુનુ જિલ્લાઓમાં અન્ય જિલ્લાઓની સરખામણીમાં વધુ ઠંડી અનુભવાઈ રહી છે. હવામાન વિભાગે આગામી 2 દિવસ માટે કોલ્ડવેવનું એલર્ટ જાહેર કર્યું છે.

બીજી તરફ, પહાડી રાજ્યો હિમાચલ પ્રદેશ, ઉત્તરાખંડના ઊંચાઈવાળા વિસ્તારોમાં 5 અને 7 ડિસેમ્બરે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના કારણે હિમવર્ષા-વરસાદની સંભાવના છે. હિમાચલના 17 શહેરોમાં લઘુત્તમ તાપમાન 5°C થી નીચે નોંધાયું. લાહૌલ સ્પીતિના તાબોમાં -9.8°C, કલ્પામાં -1.5°C, કુકુમસૈરીમાં -3.9°C નોંધાયું.

મધ્યપ્રદેશમાં પણ ઠંડીની અસર વધવા લાગી છે. હવામાન વિભાગ મુજબ, પહાડી રાજ્યોમાં હિમવર્ષા અને પછી બરફ પીગળવાથી રાજ્યમાં ઠંડી વધુ વધશે. તાપમાનમાં 2°C-3°C સુધીનો ઘટાડો થશે. ગુરુવારે પણ રાજ્યના 10 શહેરોનું તાપમાન 10°Cથી ઓછું નોંધાયું હતું.

ઉત્તર પ્રદેશમાં પણ ઠંડીમાં વધારો થયો છે. ઘણા શહેરોમાં રાત્રિનું તાપમાન સામાન્ય કરતાં નીચે નોંધાયું હતું. મુઝફ્ફરનગર સૌથી ઠંડું રહ્યું, અહીં તાપમાન 7.1°C નોંધાયું હતું. ઓછી વિઝિબિલિટીને કારણે લખનઉમાં 20થી વધુ ફ્લાઇટ્સ મોડી પહોંચી, જ્યારે દિલ્હી, કોલકાતા અને મુંબઈની 7 ફ્લાઇટ્સ રદ કરવામાં આવી હતી.