સેન્સેક્સ 150 અંક ચઢીને 84,800ના સ્તરે ટ્રેડિંગ:નિફ્ટી પણ 50 અંક ચઢ્યો, IT સેક્ટરના શેરોમાં સૌથી વધુ તેજી
અઠવાડિયાના ત્રીજા કારોબારી દિવસે, બુધવાર, 10 ડિસેમ્બરના રોજ શેરબજારમાં તેજી જોવા મળી રહી છે. સેન્સેક્સ 150 અંકના ઉછાળા સાથે 84,800 ના સ્તરે કારોબાર કરી રહ્યો છે. નિફ્ટીમાં પણ 50 અંકનો ઉછાળો છે, તે 25,900 ના સ્તરે કારોબાર કરી રહ્યો છે.
સેન્સેક્સના 30 માંથી 23 શેરમાં તેજી અને 7 માં ઘટાડો જોવા મળી રહ્યો છે. ટ્રેન્ટ, ટાટા સ્ટીલ અને બજાજ ફિનસર્વના શેરોમાં 1% સુધીનો ઉછાળો છે. જ્યારે NSE ના IT સેક્ટરમાં સૌથી વધુ 1% સુધીની તેજી જોવા મળી રહી છે.
ગ્લોબલ માર્કેટમાં ઘટાડો
- એશિયન બજારોમાં જાપાનનો નિક્કેઈ ઇન્ડેક્સ 0.41% ઘટીને 50,448.28 પર અને કોરિયાનો કોસ્પી 0.15% વધીને 4,149.61 પર કારોબાર કરી રહ્યો છે.
- હોંગકોંગનો હેંગસેંગ ઇન્ડેક્સ 0.33% ઘટીને 25,350.82 પર અને ચીનનો શાંઘાઈ કમ્પોઝિટ 0.72% ઘટીને 3,881.51 ના સ્તરે કારોબાર કરી રહ્યો છે.
- 9 ડિસેમ્બરે અમેરિકાનો ડાઉ જોન્સ 0.38% ઘટીને 47,560.29 પર બંધ થયો. જ્યારે, નાસ્ડેક કમ્પોઝિટ 0.13% વધીને અને S&P 500 0.088% ઘટીને બંધ થયા હતા.
વિદેશી રોકાણકારોએ 7 દિવસમાં ₹2,971.97કરોડના શેર વેચ્યા
- 9 ડિસેમ્બરે વિદેશી રોકાણકારો (FIIs) એ કેશ સેગમેન્ટમાં ₹2,971.97 કરોડના શેર વેચ્યા. જ્યારે સ્થાનિક રોકાણકારો (DIIs) એ ₹5,346.88 કરોડની ખરીદી કરી.
- ડિસેમ્બરના પ્રથમ 7 કારોબારી દિવસોમાં FIIs એ કુલ ₹13,953 કરોડના શેર વેચ્યા છે. આ સમયગાળા દરમિયાન બજારને સંભાળી રહેલા DIIs એ ₹27,254 કરોડના શેર ખરીદ્યા છે.
- નવેમ્બર મહિનામાં FIIs એ કુલ ₹17,500.31 કરોડના શેર વેચ્યા. જ્યારે, DIIs એ ₹77,083.78 કરોડની ખરીદી કરી. એટલે કે, બજારને સ્થાનિક રોકાણકારોનો ટેકો છે.
ગઈકાલે સેન્સેક્સ 436 પોઈન્ટ ઘટીને 84,666 પર બંધ થયો હતો
- અઠવાડિયાના બીજા કારોબારી દિવસે મંગળવારે, 9 ડિસેમ્બરે સેન્સેક્સ 436 પોઈન્ટના ઘટાડા સાથે 84,666 પર બંધ થયો. નિફ્ટીમાં પણ 121 પોઈન્ટનો ઘટાડો રહ્યો, તે 25,840 પર બંધ થયો હતો.
- સેન્સેક્સના 30માંથી 22 શેરમાં ઘટાડો અને 8 શેરમાં તેજી રહી. એશિયન પેઇન્ટ્સનો શેર સૌથી વધુ 4% ઘટ્યો છે. IT સેક્ટરમાં સૌથી વધુ 1.19%નો ઘટાડો જોવા મળ્યો છે.