PM મોદીને ઓર્ડર ઓફ ઓમાન સન્માન મળ્યું:સુલતાન હૈથમે તેમનું સન્માન કર્યું; ભારત-ઓમાન વેપાર કરાર પર હસ્તાક્ષર થયા
PM નરેન્દ્ર મોદીને સુલતાન હૈથમ બિન તારિક દ્વારા ઓમાનના બીજા સર્વોચ્ચ નાગરિક સન્માન, ઓર્ડર ઓફ ઓમાનથી સન્માનિત કરવામાં આવ્યા છે.
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આજે મસ્કતમાં ઓમાનના સુલતાન હૈથમ બિન તારિક સાથે મુલાકાત કરી હતી. આ દરમિયાન બંને નેતાઓ વચ્ચે દ્વિપક્ષીય બેઠક મળી. આ દરમિયાન ભારત અને ઓમાન વચ્ચે મુક્ત વેપાર કરાર (ફ્રી ટ્રેડ એગ્રીમેન્ટ) પર પણ હસ્તાક્ષર કરવામાં આવ્યા.
આ કરારથી ભારતના ટેક્સટાઇલ, ફૂટવેર, ઓટોમોબાઇલ, જેમ્સ એન્ડ જ્વેલરી, રિન્યુએબલ એનર્જી અને ઓટો કમ્પોનન્ટ્સ જેવા ક્ષેત્રોને સીધો ફાયદો થશે. આ કરાર પર નવેમ્બર 2023માં વાતચીત શરૂ થઈ હતી.
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ગુરુવારે જણાવ્યું હતું કે ભારત અને ઓમાન વચ્ચે થનારો વ્યાપક આર્થિક ભાગીદારી કરાર એટલે કે CEPA આગામી ઘણા દાયકાઓ સુધી બંને દેશોના સંબંધોની દિશા નક્કી કરશે. તેમણે તેને બંને દેશોના સહિયારા ભવિષ્યનો બ્લુપ્રિન્ટ ગણાવ્યો.
મોદીએ બિઝનેસ સમિટને સંબોધિત કર્યું
મસ્કતમાં ભારત-ઓમાન બિઝનેસ સમિટને સંબોધિત કરતા મોદીએ બંને દેશોના મજબૂત સંબંધોની પ્રશંસા કરી. તેમણે સ્ટાર્ટઅપ્સને પણ અપીલ કરી કે તેઓ ભારતમાં રોકાણ કરે, નવા પ્રયોગો કરે અને ભારત-ઓમાન સાથે મળીને આગળ વધે.
"આજે આપણે એક એવો ઐતિહાસિક નિર્ણય લઈ રહ્યા છીએ, જેનો પડઘો આવનારા ઘણા દાયકાઓ સુધી સંભળાશે. વ્યાપક આર્થિક ભાગીદારી કરાર એટલે કે CEPA 21મી સદીમાં આપણને નવો વિશ્વાસ અને નવી ઊર્જા આપશે. આ આપણા સહિયારા ભવિષ્યનો નકશો છે. આનાથી આપણા વેપારને પ્રોત્સાહન મળશે, રોકાણને નવો આત્મવિશ્વાસ મળશે અને દરેક ક્ષેત્રમાં નવી તકોના દરવાજા ખુલશે."
મોદીએ કહ્યું- ઓમાન સાથેની મિત્રતા નહીં બદલાય
ઓમાન પહોંચેલા પીએમ મોદીએ ગુરુવારે કહ્યું કે ભલે ગમે તેટલી ઋતુઓ બદલાઈ જાય, પરંતુ ભારત સાથેની તેમની મિત્રતા નહીં બદલાય.
તેમણે રાજધાની મસ્કટમાં ભારતીય પ્રવાસીઓને પણ સંબોધન કર્યુ. તેમણે પ્રવાસી ભારતીયોની પ્રશંસા કરતા કહ્યું કે તેઓ જ્યાં પણ જાય છે, ત્યાંની વિવિધતાની પ્રશંસા કરે છે.
મોદી ઓમાનના સુલતાન હૈથમ બિન તારિકને મળશે
વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે મસ્કતમાં ઓમાનના સુલતાન હૈથમ બિન તારિકને મળશે. આ દરમિયાન બંને નેતાઓ વચ્ચે દ્વિપક્ષીય બેઠક યોજાશે. આ દરમિયાન ભારત અને ઓમાન વચ્ચે મુક્ત વેપાર કરાર (ફ્રી ટ્રેડ એગ્રીમેન્ટ) પર પણ હસ્તાક્ષર કરવામાં આવશે.
આ કરારથી ભારતના ટેક્સટાઇલ, ફૂટવેર, ઓટોમોબાઇલ, જેમ્સ એન્ડ જ્વેલરી, રિન્યુએબલ એનર્જી અને ઓટો કમ્પોનન્ટ્સ જેવા ક્ષેત્રોને સીધો ફાયદો થશે. આ કરાર પર નવેમ્બર 2023માં વાતચીત શરૂ થઈ હતી.
પીએમ મોદી બુધવારે સાંજે ઓમાનની રાજધાની મસ્કત પહોંચ્યા હતા. એરપોર્ટ પર ઓમાનના સંરક્ષણ બાબતોના નાયબ વડાપ્રધાન સૈયદ શિહાબ બિન તારિક અલ સઈદે મોદીનું સ્વાગત કર્યું હતું. બંને નેતાઓએ ઔપચારિક વાતચીત પણ કરી હતી. રાત્રે સઈદે પીએમ મોદી માટે ડિનર પણ રાખ્યું હતું.