Loading...

સેન્સેક્સમાં 400 પોઈન્ટનો ઉછાળો, 85,300 પર પહોંચ્યો:નિફ્ટી પણ 120 પોઈન્ટ વધીને 26,100ના સ્તરે

સપ્તાહના પહેલા કારોબારી દિવસે આજે એટલે કે, સોમવાર 22 જાન્યુઆરીએ શેરબજારમાં તેજી છે. સેન્સેક્સ 400 પોઈન્ટ વધીને 85,300 પર કારોબાર કરી રહ્યો છે. નિફ્ટીમાં પણ 120 પોઈન્ટની તેજી છે, તે 26,100ના સ્તરે છે. આજના કારોબારમાં મેટલ અને આઈટી શેરોમાં સૌથી વધુ ખરીદી છે. બેંક અને ફાર્મા શેર પણ વધ્યા છે.

ગ્લોબલ માર્કેટમાં તેજી

  • એશિયન બજારોમાં કોરિયાનો કોસ્પી 1.86% ઉપર 4,095 પર અને જાપાનનો નિક્કેઈ ઇન્ડેક્સ 1.97% ઉપર 50,480 પર છે.
  • હોંગકોંગનો હેંગસેંગ ઇન્ડેક્સ 0.28% વધીને 25,763 પર છે. ચીનનો શાંઘાઈ કમ્પોઝિટ ઇન્ડેક્સ 0.71% વધીને 3,917 પર છે.
  • 19 ડિસેમ્બરે અમેરિકાનો ડાઉ જોન્સ 0.38% ઉપર 48,134 પર બંધ થયો હતો. જ્યારે, નાસ્ડેક કમ્પોઝિટમાં 1.31% અને S&P 500માં 0.88%ની તેજી રહી હતી.

શુક્રવારે DIIs એ ₹2,700 કરોડના શેર્સ ખરીદ્યા

  • 19 ડિસેમ્બરે વિદેશી રોકાણકારો (FIIs) એ 1,830.89 કરોડ અને સ્થાનિક રોકાણકારો (DIIs) એ 5,722.89 કરોડ રૂપિયાના શેર ખરીદ્યા.
  • ડિસેમ્બરમાં 19 તારીખ સુધી FIIs એ કુલ ₹19,857.37 કરોડના શેર વેચ્યા. આ દરમિયાન બજારને સંભાળી રહેલા DIIs એ ₹52,032.12 કરોડના શેર ખરીદ્યા છે.
  • નવેમ્બર મહિનામાં FIIs એ કુલ ₹17,500.31 કરોડના શેર વેચ્યા. જ્યારે, DIIsએ ₹77,083.78 કરોડની ખરીદી કરી. એટલે કે, બજારને સ્થાનિક રોકાણકારોનો ટેકો છે.

શુક્રવારે બજારમાં ઘટાડો જોવા મળ્યો હતો

શેરબજારમાં 19 ડિસેમ્બરે તેજી જોવા મળી હતી. સેન્સેક્સ 447 પોઈન્ટ વધીને 84,929 પર બંધ થયો. નિફ્ટીમાં પણ 150 પોઈન્ટની તેજી રહી, તે 25,966ના સ્તરે બંધ થયો.

સેન્સેક્સના તમામ 30 શેરોમાંથી 26માં તેજી અને 4માં ઘટાડો જોવા મળ્યો. ટાટા મોટર્સ પેસેન્જર વ્હીકલ, પાવર ગ્રીડ અને ‌BEL ના શેરોમાં 2% સુધીની તેજી રહી.