Loading...

આજથી આધાર લિંક વિના ટ્રેનની ટિકિટ બુક નહીં થાય:સવારે 8 થી 4 રિઝર્વ ટિકિટ નહીં મળે

આજથી એટલે કે, 5 જાન્યુઆરીથી આધાર લિંક ન હોય તેવા IRCTC યુઝર્સ સવારે 8 વાગ્યાથી સાંજે 4 વાગ્યા સુધી ટિકિટ બુક નહીં કરી શકે. આ નિયમ ફક્ત રિઝર્વ રેલ ટિકિટ બુકિંગ ખુલવાના પહેલા દિવસે લાગુ પડશે. રિઝર્વ ટિકિટનું બુકિંગ ટ્રેન ઉપડવાની તારીખના 60 દિવસ પહેલા ખુલે છે.

રેલવે આ નિયમને ત્રણ તબક્કામાં લાગુ કરી રહ્યું છે. પ્રથમ તબક્કો 29 ડિસેમ્બરથી લાગુ થયો હતો. જ્યારે બીજો તબક્કો આજથી શરૂ થઈ ગયો છે અને ત્રીજો તબક્કો 12 જાન્યુઆરીથી લાગુ પડશે.

  • 29 ડિસેમ્બરથી આધાર વિના સવારે 8 વાગ્યાથી 12 વાગ્યા સુધી ટિકિટ બુકિંગ બંધ કરવામાં આવ્યું હતું.
  • આજ (5 જાન્યુઆરી)થી સવારે 8 થી સાંજે 4 વાગ્યા સુધી ટિકિટ બુકિંગ પર પ્રતિબંધ રહેશે.
  • 12 જાન્યુઆરીથી સવારે 8 થી રાત્રે 12 વાગ્યા સુધી આવા યુઝર્સની ટિકિટ બુક નહીં થાય.

ફેક એકાઉન્ટ્સથી બુકિંગ રોકવું આ નિયમનો હેતુ

આનો હેતુ ઓપનિંગ ડે પર વધુમાં વધુ પેસેન્જર્સને ઓનલાઈન ટિકિટ બુક કરવાનો મોકો આપવાનો છે અને ફેક એકાઉન્ટ્સ દ્વારા થતા બુકિંગને રોકવાનો છે.