Loading...

પૂર્વ કેન્દ્રીય મંત્રી સુરેશ કલમાડીનું નિધન:લાંબા સમયથી બીમાર હતા

પૂર્વ કેન્દ્રીય મંત્રી અને વરિષ્ઠ કોંગ્રેસ નેતા સુરેશ કલમાડીનું લાંબી બીમારી બાદ નિધન થયું. તેઓ 81 વર્ષના હતા. કલમાડીને પુણેની દીનાનાથ મંગેશકર હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. તેમણે મંગળવારે સવારે લગભગ 3:30 વાગ્યે અંતિમ શ્વાસ લીધા.

કલમાડીના સત્તાવાર કાર્યાલય અનુસાર, તેમનો પાર્થિવ દેહ બપોરે કલમાડી હાઉસ, એરંડવણેમાં રાખવામાં આવશે. અંતિમ સંસ્કાર બપોરે 3.30 વાગ્યે વૈકુંઠ સ્મશાન, પુણેમાં થશે.

જાણો કોણ હતા દિવંગત કોંગ્રેસ નેતા સુરેશ કલમાડી

સુરેશ શામરાવ કલમાડીનો જન્મ 1 મે 1944ના રોજ થયો હતો. કલમાડી પુણે લોકસભા બેઠક પરથી 2 વખત સાંસદ તરીકે ચૂંટાયા હતા. રાજકારણની સાથે તેઓ રમતગમત પ્રશાસન માટે પણ જાણીતા હતા. તેઓ ભારતીય ઓલિમ્પિક સંઘ (IOA)ના અધ્યક્ષ હતા. 2010માં દિલ્હીમાં યોજાયેલા ગ્લોબલ ઇવેન્ટ કોમનવેલ્થ ગેમ્સની આયોજન સમિતિના ચેરમેન પણ હતા. કલમાડીએ રેલવે રાજ્યમંત્રી તરીકે પણ સેવા આપી હતી.

જોકે, કોમનવેલ્થ ગેમ્સમાં ભ્રષ્ટાચારના આરોપોને કારણે તેઓ વિવાદોમાં પણ ઘેરાયા હતા. CWG કોન્ટ્રાક્ટ્સને લઈને 15 વર્ષ લાંબી કાનૂની લડાઈ પછી 2025માં અદાલતોએ ક્લોઝર રિપોર્ટ સ્વીકારી લીધો હતો.

રાજકારણમાં આવતા પહેલા સુરેશ કલમાડી ભારતીય વાયુસેનામાં પાયલટ રહી ચૂક્યા છે. કલમાડીએ રેલ રાજ્ય મંત્રી તરીકે કામ કર્યું હતું.

કોમનવેલ્થ ગેમ્સ કૌભાંડમાં નામ,15 વર્ષ ચાલ્યો કેસ

કોમનવેલ્થ ગેમ્સમાં ભ્રષ્ટાચારના આરોપોને કારણે કલમાડી પણ વિવાદમાં ફસાયા હતા. CWG કોન્ટ્રાક્ટ અંગેનો કેસ 15 વર્ષ સુધી ચાલ્યો. એપ્રિલ 2025માં, દિલ્હીની એક કોર્ટે એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED)ના ક્લોઝર રિપોર્ટને સ્વીકાર્યો. કલમાડી, તત્કાલીન સેક્રેટરી જનરલ લલિત ભાનોટ અને અન્ય લોકો પર મની લોન્ડરિંગનો આરોપ મૂકવામાં આવ્યો હતો. કલમાડી અને અન્ય ઘણા લોકો પર ગેમ્સ માટેના બે મુખ્ય કોન્ટ્રાક્ટ આપવામાં ભ્રષ્ટાચારનો આરોપ લગાવવામાં આવ્યો હતો.

કલમાડી 1960માં નેશનલ ડિફેન્સ એકેડેમી (NDA)માં જોડાયા. ત્યારબાદ તેમને ભારતીય વાયુસેનામાં પાઇલટ તરીકે સેવા આપી. તેમણે 1964 થી 1972 સુધી પાઇલટ તરીકે સેવા આપી. ત્યારબાદ તેમણે 1972 થી 1974 સુધી NDAમાં એરફોર્સ ટ્રેનિંગ ટીમમાં પ્રશિક્ષક તરીકે સેવા આપી. તેઓ વાયુસેનામાંથી સ્ક્વોડ્રન લીડર તરીકે નિવૃત્ત થયા. ત્યારબાદ તેમણે ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસ પક્ષ સાથે તેમની રાજકીય કારકિર્દીની શરૂઆત કરી.